
Ahmedabad AMTS-BRTS Single Ticket: અમદાવાદના જાહેર પરિવહન ક્ષેત્રે આજે એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં શહેરની લાઈફલાઈન ગણાતી AMTS અને BRTS સેવાઓ માટે ‘સિંગલ મોબિલિટી સિસ્ટમ’ને લીલીઝંડી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ રૂ. 470 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેનાથી લાખો મુસાફરોની મુસાફરી વધુ સરળ અને હાઈટેક બનશે. આ વ્યવસ્થા એક વર્ષમાં ઉભી કરવામાં આવશે.
