
Ahmedabad Crime: અમદાવાદના અસલાલીમાં એક તરફી પ્રેમ અને લગ્નની જીદમાં અંધ બનેલા પ્રેમીએ હદ વટાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમિકાના પરિવારજનો લગ્ન માટે તૈયાર ન થતા, આરોપીએ યુવતીને બદનામ કરી લગ્ન માટે દબાણ કરવાના ઇરાદે સોશિયલ મીડિયા પર તેના વાંધાજનક તસવીરો અને વીડિયો વાઈરલ કર્યા હતા. આ મામલે પીડિત યુવતીએ ધોળકાના શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, 22 વર્ષીય પીડિત યુવતી છેલ્લા પાંચ વર્ષથી ધોળકાના રહેવાસી યોગેશ વાઘેલા સાથે પ્રેમ સંબંધમાં હતી.
