
Ahmedabad News: અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી એક હોટેલમાં યુવક અને યુવતીએ જીવન ટુંકાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં યુવકનું મોત થયું છે અનેયુવતી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. હોટલના સ્ટાફ દ્વારા આ અંગે અમદાવાદ એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવતા ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્ર મુજબ યુવક યુવતીએ કથિત પ્રેમ પકરણમાં આ પગલું ભર્યું હોવાની આશંકા છે.
