
Viral video Al Habib Residency attack : અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી અલ હબીબ રેસિડેન્સીમાં એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં જૂની અદાવતના પગલે દુકાનમાં બેઠેલી એક મહિલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર યુવાનો મહિલાને ચપ્પુના ઘા મારીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા, જ્યારે ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. નારોલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નારોલની અલ હબીબ રેસીડેન્સીમાં આવેલી દુકાનમાં એક મહિલા હાજર હતી. આ દરમિયાન, મઝહર કુરેશી અને તેની સાથેના અન્ય એક અજાણ્યા શખ્સે ચપ્પુ સાથે દુકાનમાં ઘૂસી આવીને મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો.
