
Major Loan Fraud Exposed in Ahmedabad: અમદાવાદમાં ડિજિટલ સેલેરીની આડમાં કર્મચારીઓના વ્યક્તિગત દસ્તાવેજોના ગેરકાયદે ઉપયોગથી લાખો રૂપિયાની લોન લેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ટ્રોકો લોજીસ્ટિક પ્રા.લી. નામની કંપનીના માલિક કરણ બોથરા, ઓપરેશન મેનેજર પ્રદીપસિંહ કુશ્વાહ અને સુપરવાઈઝર પરવેજ પઠાણ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ ત્રણેય પર કર્મચારીઓની અજાણમાં અવન્તિકા ફાયનાન્સમાંથી 8,20,638 રૂપિયા જેટલી લોન લઈને ભરપાઈ ના કરી હોવાનો આરોપ છે.
