
Ahmebabad Changodar News : અમદાવાદના સરખેજ-બાવળા હાઇવે રોડ પર ચાંગોદર બ્રિજ ઉતરતા સર્વિસ રોડ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ક્રેન ચાલકની બેદરકારી અને ગફલતભરી ડ્રાઇવિંગ ને કારણે એક રાહદારી ક્રેનની અડફેટે આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. મૃતક બાવળા તાલુકાના શીયાળગામના 54 વર્ષીય વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે.
આ કરૂણ ઘટના આજે બપોરના સમયે બની હતી. ચાંગોદર બ્રિજ ઉતરતા સર્વિસ રોડ ઉપર, ગેલેકસી ટુલ્સ એન્ડ હાર્ડવેરની સામે, ક્રેનના ચાલકે પોતાની ક્રેનને પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી હતી.
