દિલ્હી બ્લાસ્ટ બાદ દેશભરની પોલીસ અને તપાસ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. રાજ્યમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. જ્યાં અમદાવાદથી ભાવનગર જવાના હોવાથી અમદાવાદમાં બે દિવસ માટે નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈને શહેરમાં આ સમય દરમિયાન કોઈ પ્રકારના ડ્રોન કે અન્ય કોઈ રીમોટથી ઓપરેટ થતા ઉપકરણોનો ઉપયોગ કરી શકાશે નહીં. પોલીસ કમિશનરના આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 21-22મી નવેમ્બરે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. જેઓ અમદાવાદ થઈને ભાવનગર જવાના હોવાથી પોલીસ કમિશનર દ્વારા આ સમય દરમિયાન નૉ-ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામા મુજબ શહેરમાં રીમોટ કન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડ કૉપ્ટર, હેંગ ગ્લાઇડર કે પેરાગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન અને પેરા જમ્પિંગનો ઉપયોગ કરી શકાશે નહીં. શહેરમાં કોઈપણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન':કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બે દિવસની ભાવનગરની મુલાકાતને લઇને ડ્રોન ન ઉડાડવા પોલીસ કમિશનરનું જાહેરનામું
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
