અમદાવાદમાં મિલકત પડાવવા મહિલાના સાસુ અને નણંદોએ રચ્યું ષડયંત્ર: ખોટું પેઢીનામું તૈયાર કરી 35 લાખનું મકાન વેચી દીધું

📅 Published: December 2, 2025 | 📂 Category: Uncategorized


Ahmedabad News: અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ તેના સાસરિયાં વિરુદ્ધ વિશ્વાસઘાત અને મિલકતની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી આશાબેન દાતણીયાનો આક્ષેપ છે કે, તેના સાસુ, બે નણંદ અને નણંદોઈએ મળીને ખોટું પેઢીનામું તૈયાર કર્યું હતું. આ પેઢીનામામાં તેમણે સ્વર્ગસ્થ પુત્રને અપરણીત અને નિઃસંતાન બતાવીને, આશાબેન અને તેમના પુત્ર આલોકના વારસાઈ હક્કો છુપાવ્યા હતા. ત્યારબાદ ચાંદખેડા ખાતે આવેલી પિતાની 35 લાખ રૂપિયાની મિલકત અન્ય વ્યક્તિને વેચીને છેતરપિંડી આચરી હતી. પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *