અમદાવાદીઓ માટે મોટા સમાચાર, સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી રહેશે સંપૂર્ણપણે બંધ, ઇન્સ્પેક્શન કામગીરી શરૂ

📅 Published: December 9, 2025 | 📂 Category: Uncategorized


Subhash Bridge Closed: અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજને 25 ડિસેમ્બર 2025 સુધી જાહેર જનતાની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. તારીખ 4 ડિસેમ્બર 2025ના રોજ બ્રિજના સુપર સ્ટ્રક્ચરમાં નુકસાન માલૂમ પડ્યા બાદ સલામતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. 

હાલમાં ગુજરાત સરકારના R&B ડિઝાઇન સર્કલ અને AMCની M પેનલ થયેલ સ્ટ્રક્ચરલ ડિઝાઇન કન્સલ્ટન્ટ્સ સાથે મળીને બ્રિજની ડિટેઇલ ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાહેર જનતાને આ સમયગાળા દરમિયાન અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *