અમદાવાદ: આ કેવું ભણતર! બગોદરા પ્રાથમિક શાળાની શિક્ષિકા ભાન ભૂલ્યા, વિદ્યાર્થીને લાકડીથી ફટકારતાં ફરિયાદ દાખલ

📅 Published: December 29, 2025 | 📂 Category: Uncategorized


Ahmedabad News: બાવળાના બગોદરા પ્રાથમિક શાળા શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવતા ફરિયાદ દાખલ થઈ છે. અમીબેન નામની શિક્ષિકાએ ગુસ્સામાં આવી ઘોરણ 5માં ભણતા વિદ્યાથીને લાકડી વડે માર માર્યો હતો. જેમાં વિદ્યાર્થીને હાથના ભાગે પાટાપિંડી કરવી પડે તેવી નોબત આવી હતી. શાળા દ્વારા ઘટનાની જાણ વાલીને કરવામાં આવતા વાલીએ 112માં જાણ કરી ફરિયાદ નોંધાવી છે. જે મામલે બગોદરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *