
Commonwealth Games 2030: આજનો દિવસ ગુજરાત અને સમગ્ર ભારત માટે ખૂબ જ ઐતિહાસિક છે. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાશે, જેની હવે સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે. સ્કોટલેન્ડના ગ્લાસ્ગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં આજે (26 નવેમ્બર)ના રોજ અંતિમ નિર્ણયની જાહેરાત કરાઈ છે. આજની બેઠકમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારતનું ડેલિગેશન ગ્લાસ્ગો પહોંચ્યું છે. ગ્લાસ્ગોમાં યોજાયેલી બેઠકમાં સભ્ય દેશોની અમદાવાદના નામ પર મહોર લાગી છે. આ ભારતની તે મહત્ત્વાકાંક્ષી યોજનામાં મોટું પગલું છે, જે હેઠળ તેઓ એક ગ્લોબલ મલ્ટી સ્પોર્ટ્સ હબ બનવા ઇચ્છે છે.
