
Ahmedabad Voter List Digitization: સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન(SIR) અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 62,59,620 મતદારો પૈકી 48,06,811 મતદારોના એન્યુમરેશન ફોર્મનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં નોંધાયેલા કુલ મતદારો પૈકી 23 ટકા જેટલા એટલે કે 14,52,816 મતદારોના ફોર્મ મૃત્યુ-ગેરહાજર-કાયમી ધોરણે સ્થળાંરિત અને અન્ય કારણોથી પરત જમા નહીં થયાનું સામે આવ્યું છે.
અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો પર ડ્રાફ્ટ મતદારયાદી જાહેર
અમદાવાદ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ અંતર્ગત 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે મતદાર સહાયતા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો.
