
Air india Plane crash : 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના ભયાનક અકસ્માત બાદ હવે વળતર અને કાયદાકીય લડાઈ તેજ બની છે. બ્રિટિશ અખબાર ‘ધ ઈન્ડિપેન્ડન્ટ’ના અહેવાલ મુજબ, એર ઈન્ડિયાએ પીડિત પરિવારો સામે વધારાના વળતર માટે એક એવી શરત મૂકી છે જેના કારણે વિવાદ પેદા થઇ ગયો છે.
વળતરની ઓફર અને વિવાદાસ્પદ શરત
એર ઈન્ડિયાએ અકસ્માતમાં જાન ગુમાવનારાઓના પરિવારોને વધારાના વળતર તરીકે 10 લાખથી 20 લાખ રૂપિયા સુધીની રકમ આપવાની તૈયારી દર્શાવી છે. જોકે, આ રકમ મેળવવા માટે પરિવારોએ કેટલીક શરતો માનવી પડશે.
