
Ahmedabad plane crash : અમદાવાદ પ્લેન ક્રેશ મામલે કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે મોટો દાવો કર્યો છે. તેમનો દાવો છે કે પ્લેન ક્રેશ મામલે નવી જાણકારી મળી છે. તેમણે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુને પત્ર લખી નવી જાણકારી અંગે તપાસની માંગ કરી છે.
મારા કાર્યાલયે નવી જાણકારી સરકારને સોંપી: કોંગ્રેસ સાંસદ
5 જાન્યુઆરીએ લખેલા પત્રમાં કાર્તિ ચિદમ્બરમે સવાલ કહ્યું છે, કે એર ઈન્ડિયા પ્લેન ક્રેશની તપાસ મામલે હું વર્તમાન સ્થિતિ અંગે સ્પષ્ટીકરણ જાણવા માંગુ છું.
