
Amreli Accident News : અમરેલી જિલ્લાના લાપાળીયા નજીક આજે સવારે એક મસમોટો કન્ટેનર ટ્રક પલટી મારી જતાં મહુવા-જેતપુર નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. કન્ટેનર રોડની બરાબર વચ્ચે પલટી ખાઈ જતાં હાઈવેની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે હજારો વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાયા હતા.

ક્યાં બની ઘટના?
આ ઘટના આજે સવારે લાપાળીયા ગામ નજીક બની હતી, જ્યાં એક વિશાળ કન્ટેનર ટ્રકના ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડ પર જ આડો પડી ગયો હતો.
