
સાવરકુંડલાના માનવમંદિર ગુરૂકૂળના વિદ્યાર્થીમાં લક્ષણો જોવા મળ્યાં : વિદ્યાર્થીને સારવાર માટે અમદાવાદ ખસેડીને રિપોર્ટની રાહ : આરોગ્ય તંત્ર એલર્ટ, પશુપાલન વિભાગની ટીમો દ્વારા પશુઓની તપાસ : દવા છંટકાવ
અમરેલી, : અમરેલી જિલ્લામાં 12 વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સાવરકુંડલા તાલુકાના પ્રખ્યાત માનવ મંદિર આશ્રમ ગુરૂકુળના એક વિદ્યાર્થીમાં કોંગો ફીવર જેવા લક્ષણો જણાતા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસ અને સારવાર બાદ વિદ્યાર્થીને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેની તબિયત હાલમાં સ્થિર અને સારી હોવાનું આરોગ્ય અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
