
Leopard Trapped in Amreli: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ત્રબકપુર ગામમાં બાળકીનો ભોગ લેનાર માનવભક્ષી દીપડાને આખરે વન વિભાગની ટીમે પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. આ હુમલા બાદ સમગ્ર પંથકમાં ફેલાયેલા ભય અને આક્રોશ વચ્ચે વન વિભાગની પાંચ દિવસની સતત મહેનત રંગ લાવી છે.
વન વિભાગની પાંચ દિવસની કવાયત
આ કરૂણ ઘટના ત્રબકપુર ગામમાં ખેડૂત પુરુષોત્તમ મોરીની વાડીમાં બની હતી, જ્યાં પરપ્રાંતીય મજૂર પરિવાર રહેતો હતો. બાળકીની માતા રસોઈ બનાવી રહી હતી અને બાળકી તેની બાજુમાં જ બેઠી હતી.
