
Amreli Market Yard Farmers Issue: અમરેલી માર્કેટ યાર્ડ ખાતે હાલમાં ખેડૂતો પાસેથી મગફળીની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન ખેડૂતો માટેની મૂળભૂત સુવિધાઓનો ગંભીર અભાવ સામે આવ્યો છે. એક તરફ અધિકારીઓ માટે છાંયો અને બેસવાની યોગ્ય વ્યવસ્થા છે, જ્યારે બીજી તરફ મગફળીનું વજન થાય છે ત્યાં ખેડૂતોને કલાકો સુધી તડકામાં ઊભા રહેવું પડી રહ્યું છે.
માર્કેટ યાર્ડમાં સુવિધાઓનો અભાવ
અમરેલી માર્કેટ યાર્ડમાં સોયાબીન અને મગફળીની ખરીદી પ્રક્રિયા એક જ કમ્પ્યુટર પરથી કરવામાં આવે છે, જેના કારણે બિલ બનાવવામાં મોડું થાય છે. આ વિલંબના કારણે ઘણા ખેડૂતોને બીજા દિવસે પણ ધક્કા ખાવા પડે છે.
