અમેરિકાના બહાને થરૂરનો કોંગ્રેસનો પર આડકતરો કટાક્ષ? ટ્રમ્પ-મમદાનીની મુલાકાત મુદ્દે કરેલી પોસ્ટ વાઈરલ

📅 Published: November 22, 2025 | 📂 Category: Uncategorized

Shashi Tharoor on Democracy

Shashi Tharoor on Democracy: કોંગ્રેસ સાંસદ શશિ થરૂર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવારનવાર વખાણ કરતા રહે છે. આ કારણે, તેઓ વારંવાર કોંગ્રેસ પક્ષના વિરોધ અને નિશાના પર પણ આવી જાય છે. તાજેતરમાં, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા છે.

શનિવારે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં શશિ થરૂરે લોકશાહીની ભાવના પર ભાર મૂક્યો હતો. થરૂરના મતે, ચૂંટણી દરમિયાન વિચારોની લડાઈ પૂરી શક્તિથી લડવી જોઈએ, પરંતુ જનતાએ એકવાર નિર્ણય આપી દીધા પછી, તમામ રાજકીય પક્ષોએ દેશના હિત માટે એકબીજાને સહકાર આપવો જોઈએ.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *