
– અમેરિકન દળોની વેનેઝુએલાને આગવી શૈલીમાં મેરી ક્રિસમસ
– દક્ષિણ અમેરિકન દેશ સામે અમારા લશ્કરી દળોએ કાર્યવાહી શરૂ કરી દીધી છે : અમેરિકન પ્રમુખે
વોશિંગ્ટન : આખા વિશ્વમાં શાંતિ લાવવાની અને સૌથી વધુ યુદ્ધો અટકાવીને શાંતિનું નોબેલ ઇચ્છતા ટ્રમ્પ વેનેઝુએલા સામે જંગે ચઢ્યા છે. અમેરિકાએ બે દિવસ પહેલા જ વેનેઝુએલા પર હુમલો કરીને ત્યાંના બીજા નંબરના ઔદ્યોગિક શહેર મારાકૈબોમાં આવેલા વિશાળ પ્લાન્ટને ખતમ કર્યાનો દાવો કર્યો છે. અમેરિકન દળોએ વેનેઝુએલા સામે કાર્યવાહી શરૂ કરી દીધી હોવાનું ટ્રમ્પે જણાવ્યું હતું.
