
America Private Jet Crash : અમેરિકાના ઉત્તર-પૂર્વીય ભાગમાં આવેલા ભયાનક બરફના તોફાન વચ્ચે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. મેઈન રાજ્યના બેંગોર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે સાંજે એક પ્રાઇવેટ જેટ ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું. આ કરુણ ઘટનામાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે એક ક્રૂ મેમ્બર ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે.
ટેકઓફ સમયે સર્જાઈ દુર્ઘટના
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના રિપોર્ટ અનુસાર, આ અકસ્માત રવિવારે સાંજે અંદાજે 7:45 વાગ્યે બન્યો હતો.
