અમેરિકા જવું હોય તો સોશિયલ મીડિયામાં ધ્યાન રાખજો! H1B અને H4 વિઝાના નિયમો બદલાયા

📅 Published: December 5, 2025 | 📂 Category: Uncategorized


H-1B Visa Rules News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે બીજા કાર્યકાળની સત્તા સંભાળી ત્યારથી ગેરકાયદે વસાહતીઓ સહિતના ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ આક્રમક નીતિ અપનાવી છે. પ્રમુખ ટ્રમ્પે આ દિશામાં એચ-1બી વિઝાધારકો અને તેમના પર આશ્રિતો માટે સુરક્ષા તપાસ પ્રક્રિયાને વધુ આકરી કરી છે. આ નિયમ 15 ડિસેમ્બરથી લાગુ પડશે, જેના હેઠળ એચ-1બી વિઝા અરજદારો અને તેમના આશ્રિતોની સોશિયલ મીડિયા પર હાજરીની ફરજિયાત સમીક્ષા કરાશે.

દરમિયાન કેન્દ્ર સરકારે ગુરુવારે રાજ્યસભાને કહ્યું કે, વર્ષ 2009થી અત્યાર સુધીમાં અમેરિકાએ 18822 ભારતીય નાગરિકોની હકાલપટ્ટી કરી છે. ટ્રમ્પ સરકારે અમેરિકામાં પ્રોફેશનલ વિદેશી કર્મચારીઓને અપાતા એચ-૧બી વિઝા માટે તપાસ પ્રક્રિયાને વધુ આકરી કરી નાંખી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *