
વોશિંગ્ટન,૨૯ નવેમ્બર,૨૦૨૫,સોમવાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશને દરેક ક્ષેત્રમાં નંબર વન જોવા ઇચ્છે છે. અમેરિકાને મહાન બનાવવા માટે તેઓ રશિયા સાથે પોતાની સરખામણી કરવાનું ચુકતા નથી. તાજેતરમાં ટ્રમ્પે સ્વીકાર્યુ કે અમેરિકા પાસે બરફ તોડી શકે તેવું માત્ર એક આઇસ બ્રેકર જહાજ છે જયારે અમેરિકાની સરખામણીમાં રશિયા પાસે ૪૮ જેટલા આઇસ બ્રેકર છે. બંને દેશો વચ્ચેના આ અંતરને બકવાશ અને હાસ્યાસ્પદ ગણાવ્યું છતાં તેમણે ૧૧ આઇસ બ્રેકર જહાજ તૈયાર કરવાનો તાબડતોબ ઓર્ડર આપી દીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકા અને ફિનલેન્ડ વચ્ચે ગત ઓકટોબર મહિનામાં આ અંગે ૬.
