
Germany military withdrawal Greenland: ગ્રીનલૅન્ડના મુદ્દે અમેરિકા અને યુરોપ વચ્ચે સર્જાયેલો તણાવ હવે ગંભીર આર્થિક અને સૈન્ય સંઘર્ષમાં પરિવર્તિત થઈ રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલૅન્ડ ખરીદવાની પોતાની જીદ પૂરી કરવા માટે યુરોપના 8 દેશો પર 10% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ દેશોમાં ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, યુકે, નેધરલૅન્ડ અને ફિનલૅન્ડનો સમાવેશ થાય છે.
સહયોગી દેશ સામે અમેરિકાનું આક્રમક વલણ
ટ્રમ્પે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 1 ફેબ્રુઆરીથી 10% ટેરિફ લાદ્યા બાદ પણ ગ્રીનલૅન્ડના મુદ્દે સમજૂતી નહીં થાય, તો 1 જૂનથી આ ટેરિફ વધારીને 25% કરી દેવામાં આવશે.
