
ચીને સૈન્યની સુવિધા માટે સરહદે રસ્તા-ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ વધારી
ભારતે અરૂણાચલ પ્રદેશની સ્થાપના જ ગેરકાયદે કરેલી છે, અમે ક્યારેય માન્યતા નહીં આપીએ : ચીની વિદેશ મંત્રાલય
બેઈજિંગ: અરૂણાચલ પ્રદેશમાં જન્મેલી અને લંડન નિવાસી મહિલાએ શાંઘાઈ એરપોર્ટ પર કલાકો સુધી અટકાયતમાં રાખવા મુદ્દે ચીને મંગળવારે ઉશ્કેરણીજનક નિવેદન કર્યું હતું. ભારતીય મહિલાની ફરિયાદ પર ભારતે વાંધો નોંધાવ્યા પછી ચીને કહ્યું કે, અરૂણાચલ તો ભારતનું છે જ નહીં અને શાંઘાઈ એરપોર્ટ પર મહિલા સાથે કોઈ ગેરવર્તણૂક કરાઈ નથી. ઈમિગ્રેશન અધિકારીઓએ માત્ર કાયદા મુજબ કામ કર્યું છે. સાથે જ ભારત અંગે ચીનનું બેવડું વલણ ફરી સામે આવ્યું છે.
