
Kailash Vijayvargiya News : મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં દૂષિત પાણીના સપ્લાયને કારણે થયેલી ભયાનક દુર્ઘટના બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ઘટનાને લઈને સવાલ પૂછવા પર રાજ્યના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય મીડિયા પર ગુસ્સે ભરાયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેમણે માફી માંગી હતી.
શું છે સમગ્ર ઘટના?
દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઓળખાતા ઇન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં પાઇપલાઇન લીકેજ થવાને કારણે ગટરનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી ગયું હતું.
