ફતેપુરા મુકામે નવા રોડ અને ફતેપુરા-સંજેલીમાં ફોરેસ્ટ વિભાગના નવા સર્કિટ હાઉસ માટે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા હસ્તે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઇ હતી. આ અવસરે ફતેપુરાના પોલીસ લાઇન રોડથી તેલગોળા શાળા અને બાયપાસ રોડ સહિત તાલુકાના અન્ય ગામોમાં કુલ 34 રસ્તાઓ માટે વિકાસ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે ફતેપુરા-સંજેલીમાં સર્કિટ હાઉસ માટે કુલ 17 કરોડ રૂપિયાના ખર્ચે કામો હાથ ધરવામાં આવ્યા હતા. ભૂમિપૂજન વિધિ બાદ ફતેપુરા ફોરેસ્ટ વિભાગ કચેરીમાં જાહેર સભામાં મંત્રીએ લોકોએને સંબોધતા જણાવ્યું કે જંગલ અને પર્યાવરણનું રક્ષણ આપણા સૌની નૈતિક ફરજ છે અને જંગલ બચાવીએ તો આપણે બચીશું. નહીંતર પ્રકૃતિનો નાશ આપણું અધોપતન થશે. મંત્રીએ આગાહી કરી કે આવનારા સમયમાં દાહોદ જિલ્લામાં વન વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ પર ખાસ ભાર મુકાશે. કૃષી મંત્રી રમેશ કટારાએ પણ લોકોને ઉદબોધન આપી સરકારની વિકાસ ગાથા લોકો સમક્ષ મુકી હતી અને સાંસદ જશવંતસિંહ ભાભોરે લોકોએને સરકારની વિવિધ યોજનાઓ અને સ્થાનિક વિકાસ કાર્યોની માહિતી આપી હતી.
અર્જુન મોઢવાડિયા દ્વારા ભૂમિપૂજન:ફતેપુરા, સંજેલીમાં વિકાસ કાર્યો માટે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
