
Rambhadracharya reaction on Magh Controversy : માઘ મેળામાં મૌની અમાસના સ્નાન પર્વ પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદની શોભાયાત્રા પર પ્રતિબંધ બાદ વકરેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. માઘ મેળા ઑથોરિટીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ મોકલીને જવાબ માગ્યો છે કે, સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ છતાં તમે પોતાના નામની આગળ ‘શંકરાચાર્ય’ કેમ લગાવ્યું છે? ત્યારે હવે આ મામલે જગદગુરુ રામભદ્રાચાર્યએ પ્રતિક્રિયા આપી છે.
અવિમુક્તેશ્વરાનંદને અન્યાય કર્યો : રામભદ્રાચાર્ય
જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે, ‘અવિમુક્તેશ્વરાનંદને મળેલી નોટિસ યોગ્ય છે. તેમની સાથે કોઈએ અન્યાય કર્યો નથી, પરંતુ તેમણે જ અન્યાય કર્યો છે.
