અસલાલી પાસે વાહન નીચે કચડાતાં યુવકનું મોત

📅 Published: November 29, 2025 | 📂 Category: Uncategorized

અમદાવાદ, શનિવાર

પૂર્વમાં બેફામ વાહન હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. અસલાલીથી રોપડા ચાર રસ્તા પાસે હિટ અન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં ભારે વાહન ચાલકે પૂર ઝડપે વાહન ચલાવી લાવીને રોડ ક્રોસ કરતા યુવકનું મોત થયું  હતું, મૃતક યુવકના શરીર ઉપર વાહન ચઢી જતાં સ્થળ ઉપર જ મોત થયું હતું. 

અસલાલી પાસે રોડ ક્રોસ કરતા યુવકનું મોત થતાં પોલીસ દ્વારા વાલી વારસની શોધખોળ 

ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નવઘણભાઇ ગંગાભાઇએ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ભારે વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી  છે કે તા. ૨૮ના રોજ મોડી રાતે કન્ટ્રોલ તરફથી મેસેજ આવ્યો હતો કે એસપીરિંગ રોડ ઉપર અસલાલીથી રોપડા ચાર રસ્તા નજીક ભારે વાહન ચાલકે પૂર ઝડપે વાહન ચલાવીને રોડ ક્રોસ કરતા ૪૫ વર્ષના યુવકને ટક્કર મારી મારતાં વાહનના ટાયર નીચે આવી જતાં યુવકનું સ્થળ ઉપર જ મોત થયું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *