
– ‘પાકિસ્તાનને ભેટવા પાછળ અને ભારત ઉપર 50 ટકા જેટલો ભારે ટેરિફ નાખવા પાછળ કોઈ વ્યૂહાત્મક કારણ જ નથી’ : માઇકલ રૂબિન
વૉશિંગ્ટન : પેન્ટાગોનના પૂર્વ અધિકારી માઇકલ રૂબિને અમેરિકાની પાકિસ્તાન નીતિની રીતસર ઝાટકણ જ કાઢી હતી અને કહ્યું હતું કે, ‘પાકિસ્તાન સ્ટેટ સ્પોન્સરર ઑફ ટેરરિઝમ’ (ત્રાસવાદને પ્રસરાવનાર રાજ્ય) તરીકે જાહેર કરવું જોઈએ. આ ઉપરાંત તેઓએ પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીરને આપવામાં આવેલા ‘રેડ કાર્પેટ વેલકમ’ની પણ ઉગ્ર ટીકા કરી હતી, તેને આવો ભવ્ય આવકાર આપવાને બદલે તેમની ધરપકડ જ કરવી જોઈતી હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઇને આપેલી મુલાકાતમાં તેઓએ કહ્યું કે, ‘ભારત ઉપર ૫૦ ટકા જેટલો ટેરીફ નાખવો તે યોગ્ય જ નથી. ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે તે માટે જ ભારત ઉપર લાદવામાં આવેલો આટલો ટેરિફ ઘટાડવો જ જોઈએ અને પૂર્વે નાખેલ ભારે ટેરિફ માટે ટ્રમ્પે માફી માગવી જોઈએ.
