
– પાકિસ્તાનમાં છેક નીચેથી ટોચ સુધી ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે
– ‘જો સુધરશો નહીં તો આર્થિક કટોકટી, રજકીય અસ્થિરતા અને વિદેશી દેવાના વિષચક્રમાંથી બહાર આવી નહીં શકો’
નવી દિલ્હી : ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે પાકિસ્તાન અંગે ઘણો કઠોર અહેવાલ આપ્યો છે. તેમાં કહ્યું છે કે પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર એટલી હદે મૂળ કરી ગયો છે કે તે શાસનનો એક ભાગ જ બની રહ્યો છે, તેનાં સમગ્ર રાજકારણમાં અને અર્થતંત્રમાં પણ વ્યાપી રહ્યો છે.
૧૮૬ પાનાનો આ અહેવાલ જણાવે છે કે, ત્યાં ભ્રષ્ટાચાર સતત વધતો જાય છે, જે દેશની ખરાબ બની રહેલી આર્થિક સ્થિતિને વધુ ખરાબ બનાવે છે, અને ભ્રષ્ટાચાર છેક નીચેથી છેક ઉપર સુધી વ્યાપ્ત રહ્યો છે.
