
Faridabad News: હરિયાણાના ફરિદાબાદમાં એક વેનમાં 25 વર્ષીય પરણિત મહિલા પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પરંતુ તેણે પ્રતિકાર કર્યો તો તેને એટલી ક્રૂરતાથી માર મારવામાં આવ્યો કે તેની આંખની કીકી પણ ભાંગી ગઈ. ચાલુ વેનમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપીઓની ક્રૂરતા ત્યાં ન અટકી અને મહિલાને 90ની સ્પીડે ચાલી રહેલી વેનમાંથી રોડ પર ફેંકીને ગુનેગારો ભાગી ગયા હતા. બે શખ્સોએ આ મહિલાને પોતાના વાહનમાં લિફ્ટ આપી હતી બાદમાં ચાલુ વાહને જ રેપને અંજામ આપ્યો હતો. પીડિતા હાલ હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે.
