
સર્વપક્ષીય બેઠકમાં 36 પક્ષોનાં 50 નેતાઓ હાજર રહ્યાં : સત્ર 19 ડિસેમ્બરે સમાપ્ત થશે : સત્રમાં 14 બિલ રજૂ કરવાની સરકારની યોજના
Parliament news : વિરોધ પક્ષોએ રવિવારે 1 ડિસેમ્બરથી શરૂ થનાર સંસદના શિયાળુ સત્ર અગાઉ સર્વ પક્ષીય બેઠકમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (અસઆઇઆર) અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ ચર્ચા કરાવવાની માંગ કરી હતી. સરકારે જણાવ્યું છે કે તે સંસદને સરળતાથી ચલાવવા માટે તમામ સાથે વાત કરશે.
સત્ર અગાઉ સરકાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં 36 રાજકીય પક્ષોનાં 50થી વધુ નેતાઓ હાજર રહ્યાં હતાં. બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન જે પી નડ્ડા, સંસદીય બાબતોનાં પ્રધાન કિરેન રિજિજુ અને રાજય કક્ષાનાં સંસદીય બાબતોનાં પ્રધાનો અર્જુન રામ મેઘવાલ અને એલ મુરુગન હાજર રહ્યાં હતાં.
