
India US Trade Deal: ટ્રેડ ડીલ મુદ્દે ભારતની અમેરિકાને સલાહ આપી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે (11 ડિસેમ્બર) કહ્યું કે, ‘જો અમેરિકા ભારતની વેપાર કરારની ઓફરથી ખુશ છે, તો તેમણે તાત્કાલિક ભારત સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવા જોઈએ.’ આ દરમિયાન ગોયલે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતની ઓફર પર વિચારણાનું સ્વાગત કર્યું છે. જોકે તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત સમયમર્યાદાના આધારે કોઈપણ કરાર કરશે નહીં.
અમેરિકાના વેપાર પ્રતિનિધિની પ્રતિક્રિયા
