
8th Pay Commission : કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં સમાવી દેવાની માંગણી અંગે મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. સરકારે લોકસભામાં સ્પષ્ટ કહ્યું છે કે, આવી માંગ સ્વિકારવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. આ અંગે સાંસદ આનંદ ભદૌરિયાના એક પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ મોંઘવારી ભથ્થા અંગે સ્પષ્ટ જવાબ રજૂ કર્યો છે.
‘કોઈપણ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી’
નાણાં રાજ્યમંત્રીએ લોકસભામાં એક પ્રશ્નનો ઉત્તર આપતા સ્પષ્ટ કહ્યું છે કે, ‘આઠમા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ મૂળ પગારમાં મર્જ કરવા અંગેનો કોઈપણ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.
