
Accident in Anand: આણંદના વાસદ-બોરસદ હાઈવે પર આવેલા અંબાવ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક અને પીકઅપ વાન વચ્ચેની ભયાનક ટક્કર બાદ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના કારણે બંને વાહનોમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 2 લોકોના જીવતા ભડથું થતાં કરુણ મોત નિપજ્યાં છે.
પીકઅપ વાનનું સમારકામ ચાલતું હતું
પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે પીકઅપ વાન રોડની વચ્ચે બગડી ગઈ હતી અને તેનું સમારકામ ચાલી રહ્યું હતું. સમારકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી એક ટ્રક ધડાકાભેર પીકઅપ વાન સાથે અથડાઈ હતી, જેના કારણે મોટો બ્લાસ્ટ થયો.
