
તા.17 ફેબુ્રઆરી 2026ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે
આખરી મતદારયાદીમાં ૧૫,૮૦,૫૨૮ મતદારોનો સમાવેશ થશે : યાદીમાં સમાવિષ્ટ નામો સામે વાંધા રજૂ કરવા ૪૦,૬૧૦ ફોર્મ્સ (ફોર્મ નં.૭) મળ્યાં, જે પૈકીના ૩૯,૮૬૩ ફોર્મ્સ નામંજૂર કરાયા
આણંદ: ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા ‘મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ’ (એસઆરઆઈ) અંતર્ગત આણંદ જિલ્લામાં આગામી ૧૭મી ફેબુ્રઆરી, ૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે આ અંગેની વિગતો જાહેર કરતા જણાવ્યું છે કે, આ નવી યાદીમાં કુલ ૧૫,૮૦,૫૨૮ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
