
Operation Sindoor News : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણ એ ‘ઓપરેશન સિંદૂર’ ને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ઓપરેશન સિંદૂરના પહેલા જ દિવસે ભારતીય વાયુસેનાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે વાયુસેના સંપૂર્ણપણે ‘ગ્રાઉન્ડેડ’ થઈ ગઈ હતી.
વાયુસેના પર વિવાદાસ્પદ ટિપ્પણી
પુણેમાં પત્રકારો સાથે વાત કરતા ચવ્હાણે કહ્યું, “7 મેના રોજ પહેલા દિવસે અમે ખરાબ રીતે હારી ગયા હતા. તે દિવસે અડધા કલાકની હવાઈ લડાઈ થઈ હતી, જેમાં અમે સંપૂર્ણપણે હારી ગયા, ભલે લોકો માને કે ન માને.
