આયોજન:વાઢવણથી પાલઘર માલનું સીધું પરિવહન, ભારતીય રેલવેની ગૂડ્સ લાઈન સાથે જોડાણ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

વાઢવણ પોર્ટથી ન્યૂ પાલઘર દરમિયાન છ રેલવે પાટા ઓળંગીને નવું મહાપરિવહન શરૂ કરવામાં આવશે. વાઢવણ બંદરને ભારતીય રેલવેની ગૂડ્સ લાઈન સાથે સીધા જોડવા માટે પશ્ચિમ રેલવે માર્ગમાં પહેલી વખત જ 22.23 કિલોમીટરનો પ્રકલ્પ ઊભો કરવામાં આવી રહ્યો છે. એમાં રેલવે પાટા ઓળંગતો માર્ગ એલિવેટેડ હશે. આ પ્રકલ્પ દેશના માલપરિવહન ક્ષેત્ર માટે મહત્વની કડી સાબિત થશે. વાઢવણ ખાતે દેશનું સૌથી મોટું બંદર ઊભું થઈ રહ્યું છે. આ બંદરમાં વિશ્વના અત્યાર સુધીના સૌથી મોટા જહાજ આવી શકશે. તેથી વિદેશથી સીધા ભારત માલ લાવવો શક્ય થશે. દરમિયાન આ બંદર પર આવતા માલનું પરિવહન સમગ્ર દેશમાં કરવા એ રેલવે માર્ગે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાથે જોડવો જરૂરી છે. એના માટે પશ્ચિમ રેલવે 1423.25 કરોડ રૂપિયાના ખર્ચવાળો પ્રકલ્પ ઊભો કરી રહી છે. આ પ્રકલ્પને 23 જુલાઈ 2025ના માન્યતા મળી છે અને ઓક્ટોબર 2028 સુધી કામ પૂરું કરવું અપેક્ષિત છે. વાઢવણ પોર્ટ પ્રોજેક્ટ લિમિટેડ અંતર્ગત 2.60 કિલોમીટર પરિસરમાં એક આધુનિક હોલ્ડિંગ યાર્ડ બાંધવામાં આવશે. આ યાર્ડના લીધે બંદર તરફ જતી અને આવતી માલગાડીઓનું વ્યવસ્થાપન કરવાની સગવડ થશે. વાઢવણ પોર્ટને રેલવે માર્ગે જોડવાથી આયાત-નિકાસ સાંકળ ઝડપી થવામાં મદદ થશે અને પાલઘર પરિસરના ઔદ્યોગિક વિકાસને પણ ઉત્તેજન મળશે. આ પ્રકલ્પ માટે જમીન સંપાદન ભારતીય રાષ્ટ્રીય હાઈવે ઓથોરિટી તરફથી કરવામાં આવે છે. 90 ટકા જમીન રેલવે અને જવાહરલાલ નહેરુ બંદર પ્રાધિકરણને સુપ્રત કર્યા પછી બાંધકામ ટેંડર જારી કરવામાં આવશે. આગામી આર્થિક વર્ષમાં આ પ્રકલ્પનું ખાતમૂરત કરી શકાય એ માટે અત્યારે ભૂસંપાદન પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. વાઢવણ પોર્ટ દેશનો મહત્વકાંક્ષી પ્રકલ્પ છે. આ પ્રકલ્પ વિકસિત ભારતનું વિઝન સાધ્ય કરવા મહત્વની ભૂમિકા ભજવશે. પશ્ચિમ રેલવે નવા રેલવે માર્ગના માધ્યમથી વાઢવણ પોર્ટ દેશના મહત્વના રેલ નેટવર્ક સાથે સીધા જોડવામાં આવશે. પશ્ચિમ રેલવેની દષ્ટિએ આ બમણો લાભ આપતો પ્રકલ્પ છે એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું. પ્રવાસી પરિવહન પર અસર નહીં
આ પ્રકલ્પ અત્યારના છ પાટા ઓળંગીને સીધા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈંડિયા લિમિટેડની ગૂડ્સ લાઈન સાથે જોડવામાં આવશે. એના માટે રેલવે પાટા પરથી જતો રેલવે માર્ગ તૈયાર કરવામાં આવશે. રેલવે અધિકારીઓના મતે આ રેલવે ઓવરબ્રિજ ટેકનિકલ દષ્ટિએ ડિઝાઈન કરવામાં આવ્યો છે. એની ટ્રેનની અવરજવર પર કોઈ અસર નહીં થાય. ટ્રેન સમયસર દોડશે અને સ્થાનિક ટ્રેનની અવરજવર અખંડિતપણે ચાલુ રહેશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *