આવેદનપત્ર:અતિવૃષ્ટિની સહાયમાં ભુજ તાલુકાને વંચિત રાખી દેવામાં આવ્યો

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

રાજ્ય સરકારે તાજેતરમાં અતિવૃષ્ટિ થયેલ વિસ્તારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે, પરંતુ આ યાદીમાં ભુજ તાલુકાનો સમાવેશ ન થતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળે છે. ભુજ તાલુકાનું મુખ્ય આર્થિક આધાર ખેતી અને પશુપાલન હોવાથી ખેડૂતોની હાલત ગંભીર બની છે. તેથી કૃષિ અને પશુપાલન ક્ષેત્રને પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક રીતે રાહત પેકેજમાં ભુજનો સમાવેશ કરવામાં ભારતીય કિસાન સંઘ ભુજ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં અંતમાં સતત સાત દિવસ પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન સહન કરવું પડ્યું છે.મગફળી, કપાસ, જુવાર, બાજરી જેવા અનાજ પાકો સાથે બાગાયતી પાકોમાં દાડમ અને શાકભાજીનું પણ મોટા પાયે નુકસાન થયું છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *