
Pakistan Ex PM Imran Khan Murder : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની કથિત હત્યા કરવામાં આવી હોવાનો બ્લુચિસ્તાન વિદેશ મંત્રાલય દ્વારા ચોંકાવનારો દાવો કરાયો છે. બ્લુચિસ્તાન વિદેશ મંત્રાલયે ઈમરાન ખાનની હત્યા માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી (ISI) અને આસિમ મુનીરને સીધા જવાબદાર ઠેરવ્યા છે અને તેને એક મોટું ષડયંત્ર ગણાવ્યું છે.
પરિવારને જેલમાં જતા અટકાવાયા, હત્યા શંકા વધી
અત્યાર સુધી ઈમરાનની હત્યા થઈ હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઈમરાનના મૃત્યુના દાવા બાદ અદિયાલા જેલ બહાર તેમના પીટીઆઈ સમર્થકોની ભારે ભીડ એકઠી થઈ હતી અને વિરોધ પ્રદર્શનો પણ કર્યા હતા.
