'આ હિન્દુત્ત્વના વિસ્તરણની વિચારધારા…', સિંધ અંગે રાજનાથના નિવેદન પર અકળાયું પાકિસ્તાન

📅 Published: November 24, 2025 | 📂 Category: Uncategorized

Pakistan Reply on Rajnath Singh Statement : ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા સરહદો બદલવા અને સિંધના ભવિષ્યમાં ભારતમાં પુનઃવિલય અંગે આપેલા એક નિવેદનથી પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. પાકિસ્તાન આ નિવેદનને ‘વિસ્તારવાદી હિન્દુત્વ વિચારધારા’ સાથે જોડી રહ્યું છે અને બદલામાં ભારતને તેના પૂર્વોત્તર રાજ્યોની ‘સમસ્યા’ યાદ અપાવી રહ્યું છે.

રાજનાથ સિંહે શું કહ્યું હતું?

રવિવારે દિલ્હીમાં સિંધી સમાજના એક કાર્યક્રમમાં સંબોધન કરતાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, “ભલે આજે ભૌગોલિક રીતે સિંધ ભારતનો હિસ્સો નથી, પરંતુ સભ્યતાની દ્રષ્ટિએ સિંધ હંમેશા ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને ભવિષ્યમાં તે ફરીથી ભારતમાં પાછું આવી શકે છે.” તેમણે ઉમેર્યું કે તેમની પેઢીના સિંધી હિન્દુઓએ પાકિસ્તાનમાં સિંધના વિલયને ક્યારેય સ્વીકાર્યું નથી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *