
IndiGo Crisis: ભારતની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોનું સંકટ રાષ્ટ્રીય જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરનો મુદ્દો બની ચૂક્યો છે. ભારતમાં 90થી વધુ શહેરો અને વિદેશમાં 40થી વધુ શહેરોમાં સેવા પૂરી પાડતી આટલી મોટી વિમાની કંપની લગભગ એક સપ્તાહથી ગંભીર સંકટનો સામનો કરી રહી છે. તેના કારણો જે પણ હોય, પરંતુ ઈન્ડિગો પર આરોપ છે કે કંપનીએ જાણી જોઈને એની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને સાચવી લીધી અને ઘરેલુ ફ્લાઇટ્સને રઝળાવી દીધી.
ચાલો, જાણીએ કે આવો આરોપ કયા કારણસર લાગ્યો છે.
