
Ahmedabad Water and Dranage Line : અમદાવાદમાં પાણીજન્ય એવા ઝાડા ઉલટી, કમળો, ટાઈફોઈડ અને કોલેરાના કેસ વધી રહ્યા છે. ઈંદોરની જેમ જળકાંડ સર્જાવાની દહેશત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત મીટિંગના દોર શરુ થઈ ગયા છે. રોગચાળા માટે 26 હોટસ્પોટ એરીયા જાહેર કરાયા છે.
ગોમતીપુર,બહેરામપુરા અને દાણીલીમડા સહિતના અનેક એવા વિસ્તાર છે કે જયાં કોર્પોરેશનની પાણી કે ડ્રેનેજની લાઈન પસાર થાય છે તે વિસ્તારમા લાઈન બદલવા મકાનો તોડવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે. કેટલાક મકાન તોડવા પડશે એ અંગે સર્વે શરુ કરવામા આવ્યો છે.
