
America New Immigration Rules : અમેરિકામાં અવાર-નવા ઈમિગ્રેશન નિયમોમાં ફેરફાર થતા રહે છે, ત્યારે ટ્રમ્પ તંત્રએ દેશની સુરક્ષાનો હવાલો આપીને નિયમોમાં વધુ એક મોટો ફેરફાર કર્યો છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)એ ઈમિગ્રેશન ફોર્મમાં ઉપયોગ થતી તસવીરો મામલે કડક નિયમો જાહેર કર્યા છે. નવા આદેશ મુજબ, હવે અરજી પર જૂનો ફોટો નહીં સ્વીકારવામાં આવે.
ત્રણ વર્ષથી વધુ જૂની તસવીર હશે તો અરજી રદ
USCISના જણાવ્યા મુજબ, જો કોઈ અરજદાર અરજી પર ત્રણ વર્ષથી વધુ જૂની તસવીર લગાવશે, તો તેની અરજી રદ કરવામાં આવશે.
