
અમદાવાદ : મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ઈરાનને ઘેરી લેતી વૈશ્વિક ઉથલપાથલ હવે ભારતમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. દેશમાંથી નોંધપાત્ર પ્રમાણમાં કૃષિ અને ખાદ્ય ઉત્પાદનોની નિકાસ કરતા રાજ્ય ઉત્તર પ્રદેશને સવિશેષ અસર થવાની સંભાવના વર્તાઈ રહી છે. વર્તમાન પરિસ્થિતિને કારણે ઉત્તર પ્રદેશનો ઈરાનમાં અંદાજે રૂ. ૧૫૦૦ કરોડનો એક્સપોર્ટ બિઝનેસ જોખમમાં છે. ઈરાન જોખમ ભારતના ખેડૂતોની સાથે વેપારીઓ અને નિકાસકારો તમામને ચિંતામાં મૂકે છે.
