ઈરાન મક્કમ છે, અમે ડરતા નથી યુરેનિયમ સમૃદ્ધ કરતા જ રહીશું : આ સાથે યુ.એસ.ને પણ ચેતવણી આપી

📅 Published: February 10, 2026 | 📂 Category: Uncategorized

– યુરેનિયમ સમૃદ્ધ કરવાના મુદ્દે જ ઈરાન-અમેરિકા વચ્ચે તંગદિલી વધી રહી છે : તહેરાન યુરેનિયમ શુદ્ધીકરણમાં આગળ વધી રહ્યું છે

તહેરાન : ઈરાનના વિદેશમંત્રીએ ખુલ્લેઆમ જણાવી દીધું છે કે તહેરાનની સાચી શક્તિ તો ‘મહાશક્તિઓને ના’ કહેવામાં રહેલી છે. એક તરફ ઈરાનમાં ખામેનીનાં માર્ગદર્શન નીચેની સરકાર સામે રમખાણો ચાલી રહ્યા છે, તો બીજી તરફ પોતાના અણુ કાર્યક્રમ સંબંધે અમેરિકા સાથે ચાલી રહેલી મંત્રણાઓ પડી ભાંગી છે, તેવે સમયે ઇરાનના વિદેશમંત્રીએ કહેલું આ નિવેદન થોડામાં ઘણું કહી જાય છે. 

તેણે ફરી સ્પષ્ટત: કહી દીધું છે કે, ઈરાનને તેનું યુરેનિયમ સમૃદ્ધ કરવાની છૂટ મળવી જ જોઈએ. વાસ્તવમાં આ મુદ્દે જ બંને દેશો વચ્ચે તંગદિલી અત્યંત વધી ગઈ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *