
– ઉદારીકરણનો સિદ્ધાંત કે પછી આર્થિક મજબૂરી?
– દારૂની છૂટ પચાસ હજાર રિયાલની આવક ધરાવનાર સુધી મર્યાદિત હોવાથી હાંસી અને ટીકાને પાત્ર બની
રિયાધ : સાઉદી અરબે દારૂના સખત નિયમોમાં છૂટછાટ આપવાની દિશામાં વધુ એક પગલુ ભર્યું છે, જેમાં બિન-મુસ્લિમ વિદેશી રહેવાસીઓને દારૂ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે, જો કે તેની સાથે એક મહત્વપૂર્ણ શરત રાખવામાં આવી છે. એક અહેવાલ મુજબ માત્ર મહિને પચાસ હજાર (લગભગ ૧૧ લાખ રૂપિયા) કે તેથી વધુ આવક ધરાવતા રહેવાસીઓને જ રિયાધમાં દેશના એકમાત્ર દારૂના સ્ટોરમાં પ્રવેશ મળશે. ખરીદી કરવા માટે ગ્રાહકે તેમના પગારનું પ્રમાણપત્ર સહિત આવકનો પુરાવો રજૂ કરવો પડશે, તેમજ તેની વય ૨૧ કે તેથી વધુ હોવી જોઈશે અને તે કોઈ આપરાધિક ઈતિહાસ ન ધરાવતો હોવાનો પુરાવો આપવો પડશે.
