ઉતરસંડા ગ્રા.પંચાયતનો સભ્ય દુકાનમાં દારૂ વેચતા ઝડપાયો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • ચકલાસી પોલીસની રેડમાં પંચાયત સભ્ય દારૂ વેચતા ઝડપાયો
  • કરિયાણાની દુકાનની આડમાં દારૂનો વેપાર કરતો હતો
  • એટ્રોસિટી કાયદાનો દુરુપયોગ કરીને ખોટા કેસ કરી પૈસા પડાવતો

ખેડાના ઉતરસંડા ગ્રા.પંચાયતનો સભ્ય દારૂ વેચતા ઝડપાયો છે. જેમાં ચકલાસી પોલીસની રેડમાં પંચાયત સભ્ય દારૂ વેચતા ઝડપાયો છે. તેમાં કુલ 2.11 લાખનો મુદ્દામલ પોલીસે જપ્ત કર્યો છે. તેમજ કરિયાણાની દુકાનની આડમાં દારૂનો વેપાર કરતો હતો.

કિરાણાની દુકાનની આડમાં વિદેશી દારુનુ વેચાણ કરતો

નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામમાં ગ્રામ પંચાયત સભ્ય દારૂનો વેપાર કરતો ઝડપાયો છે. જેમાં ચકલાસી પોલીસ દ્વારા ઉત્તરસંડાના જનતાનગરીમાં રેડ પાડી હતી. તેમાં વિદેશી દારુ સહિત કુલ રૂપિયા 2,11,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તથા કિરાણાની દુકાનની આડમાં વિદેશી દારુનુ વેચાણ કરતો હતો તેમ PSI ચંપાવતે જણાવ્યું છે. દારૂ ક્યાંથી લાવ્યો હતો તે અંગે તપાસ ચાલુ છે. તેમજ અગાઉ મે દારુના વેચાણ અંગે પોલીસને જાણ કરી હતી તેમ ઉતરસંડાના સરપંચે જણાવ્યું છે. અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલો હોવાથી પંચાયત કાર્યવાહી કરશે. તથા એટ્રોસિટી કાયદાનો દુરુપયોગ કરીને ખોટા કેસ કરી પૈસા પડાવતા હતા. જેથી કડક સજા થાય તેમ પણ ઉતરસંડાના સરપંચે જણાવ્યું છે. 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *