
Uttar Pradesh Unnao Rape Case : ઉન્નાવ ગેંગરેપ કેસમાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દિલ્હી હાઈકોર્ટ દ્વારા જામીન મળતા પીડિતાનો પરિવાર નારાજ થયો છે. આ સ્થિતિ વચ્ચે પીડિતાએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી છે. પીડિતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. દિલ્હીમાં 10 જનપથ ખાતે થયેલી આ મુલાકાત દરમિયાન પીડિતાએ ન્યાય માટે ગાંધી પરિવાર સામે પોતાની વેદના ઠાલવી હતી. બીજી તરફ CBI સેંગરની જામીન અરજી પડકારવાનો નિર્ણય લીધો છે. હવે CBI આ મામલે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવશે.
